BREAKING NEWS

પોલીસની મહેતન રંગ લાવીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

  • April 27, 2026 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીના પરિણામસ્વરૂપ એકલ દોકલ ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
શહેરમાં મહાપાલિકાની ૭૨ બેઠકો માટે ગઈકાલે મતદાન થયું હતું. મતદાન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા આચારસંહિતા લાગુ થયા બાદ તૈયારી શરુ કરી દીધી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તૈયારીના પરિણામસ્વરૂપ ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેર પોલીસ દ્વારા મતદાન દરમિયાન સતત પેટ્રોલીંગમાં કરવામાં આવ્યું હતું.મતદાન દરમિયાન શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારમાં સવારના જ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પહોંચી જઈ અહીં આવેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. અહીં મતદાન પ્રક્રિયાની અંગે માહિતી મેળવી સ્થિતિની સમિક્ષા કરી હતી.આ સાથે જ તેમણે અહીં રહેલા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત પોલીસ કમિશનરે શહેરમાં સંવેદનશીલ તમામ મતદાન મથકનો મુલાકાત કરી સ્થિતિની સમિક્ષા કરી હતી. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ટીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સૂચના હેઠળ તમામ ઝોનના એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી દ્વારા ચૂંટણી સમયે કોઇ અઘટિત ઘટના ન બને તે માટે લેવામાં આવેલા અટકાયતી પગલા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા, પાસાના વોરંટની બજવણી સહિતની કામગીરીના લીધે ગઈકાલે મતદાન દરમિયાન એકંદરે માહોલ શાંત રહ્યો હતો. એકલ દોકલ સ્વિષ્ઠ હતી. મતદાનની પ્રક્રીયા પૂર્ણ થયા બાદ ઇવીએમ સ્ટ્રોગરુમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જયાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન બાદ મતગણતરીના દિવસે પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે પુરતી તૈયારી કરી લીધી છે.
પોલીસ અશકત મતદારોની બની સહારો મહાપાલિકાની ચૂંટણી દરમિયાન શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે માનવતા મહેકી ઉઠે તેવી કામગીરી પણ કરી હતી. મતદાન કેન્દ્ર પાસે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓએ અશકત અને વૃધ્ધ મતદારોને મત કુટીર સુધી પહોંચાડવામાં સહારો બની પોલીસ પ્રજાનો મિત્રનું સૂત્ર વધુ એક વખત સાર્થક કર્યું હતું.પોલીસ કંટ્રોલરૂમનો ફોન રણકતો રહ્યોઃ ફરિયાદનો મારો પોલીસ કંટ્રોલરૂમમાં સવારે મતઘન શરૂ થતાની સાથે જ ફરિયાઘે આવવાનું શરૂ થઇ ગયું હતું. મતઘન દિવસે કંટ્રોલરૂમમાં ૧૪ જેટલી ફરિયાઘે મળી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મહત્તમ ફરિયાઘે મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજયામાં રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષના ચીહ્નવાળી છત્રી લઈ આંટાફેરા કરે છે સહિતની ફરિયાઘે મળી હતી. જે ફરિયાદના પગલે પોલીસની ટીમ દ્વારા તુરંત સ્થળ તપાસ કરવામાં આવી હતી. જો કે સ્થળ તપાસ દરમિયાન મોટાભાગની ફરિયાદો તથ્યવિહિન હોવાનું સામે આવ્યું હતું.....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application