ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાય સરકારે હાઇકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૩૮૦૦ પોલીસકર્મીઓની ભરતી કરાશે. સરકારી વકીલે ભરતી અંગેના કેલેન્ડર પર ખાતરી આપતા જણાવ્યું છે કે, પોલીસ વિભાગની તમામ જગ્યાઓ પર ૨૦૨૬ સુધીમાં ભરતી પૂર્ણ કરવામાં આવશે. તેમજ વિવિધ પદો માટેની ફીઝીકલ ટેસ્ટ નવેમ્બર–ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે. આ ઉપરાંત જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર–જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત ઓએમઆર પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવશે.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રઆરીથી જૂન સુધીમાં સબ્જેકિટવ લેખિત પરીક્ષા લેવાશે તેમજ જુલાઈ સુધીમાં પરિણામ આપવામાં આવશે. આ ભરતીનું આગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરાશે તેમજ સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત રાય સરકારે હાઈકોર્ટમાં કબૂલાત પણ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૪ સુધી ૩૮૦૦થી વધુ એએસઈઆઈ–હેડ કોન્સ્ટેબલની બઢતી કરવામાં આવશે. તેમજ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૪૧૪ પીઆઈ અને પીએસઆઈને પ્રમોશન અપાશે.
સરકાર સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરશે. યારે હાઈકોર્ટે સવાલ કર્યેા હતો કે શું અન્ય રાયોની પોલીસ એકેડમી સાથે સ્ટુડન્ટ એકસચેન્જ કરવામાં આવી રહ્યું છે? જેના જવાબમાં સરકારી વકીલે 'હાલના તબક્કે આવું કઈં ચાલતું નથી' તેવો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની રાહ જોવાઈ રહી હતી. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપતા આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech