ભૂતપૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામને એન્કાઉન્ટરમાં મારનાર પોલીસકર્મીઓને રાષ્ટ્ર્રપતિ વીરતા ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં અસદ અને ગુલામ પર ૫ લાખ પિયાનું ઈનામ હતું. ગયા વર્ષે પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફ અહેમદની હત્યા પહેલા અસદ અહેમદ સાથે એન્કાઉન્ટર થયું હતું. એસટીએફ ટીમના ૬ સભ્યો અને ૧૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ઝાંસીમાં થયેલા એન્કાઉન્ટરમાં અસદ અને મોહમ્મદ ગુલામને મારનાર અન્ય પોલીસકર્મીઓ સહિત કુલ ૧૭ અધિકારીઓને રાષ્ટ્ર્રપતિ વીરતા ચંદ્રક પ્રા થશે.
ઉમેશ પાલ હત્યા કેસમાં શૂટર અસદ અને ગુલામ બંને ફરાર હતા. યુપી પોલીસે બંને પર ૫–૫ લાખ પિયાનું ઈનામ રાખ્યું હતું. યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં ઝાંસીમાં થયેલા એન્કાઉન્ટરમાં બંને માર્યા ગયા હતા. એસટીએમએ અસદ અને ગુલામ પાસેથી બ્રિટિશ બુલડોગ રિવોલ્વર અને વોલ્થર પિસ્તોલ જ કરી હતી.
મળતી માહિતી મુજબ અસદ અને મોહમ્મદ ગુલામ ઝાંસીના પરિચા ડેમ પાસે છુપાયેલા હતા. પરિચા ડેમ ઝાંસીના બડા ગામ અને ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે છે. યુપી એસટીએફએ ઝાંસીના બારાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર કયુ હતું. આ સ્થળ કાનપુર–ઝાંસી હાઈવે પર આવેલું છે. એસટીએફએ અસદ અને ગુલામને ઝાંસીથી કાનપુર તરફના ૩૦ કિલોમીટરના અંતરે ઠાર માર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech