જામનગરમાં થોડા સમય પહેલા વાહનમાં દેહ વ્યાપાર નો ધંધો ચલાવતા પકડાયેલા નિવૃત પોલીસ અધિકારી ના પુત્ર એ જામીન ઉપર મુક્ત થવા અદાલત સમક્ષ અરજી કરી હતી, જેમાં અદાલતે તેની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં પોતાના કબજા ની ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા સરકાર માન્ય સીટીંગ વ્યવસ્થા ફેરવી, બહાર થી મહિલાઓને બોલાવી ગાડીમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો હતો. તે અંગેની પોલીસને બાતમી મળતા પોલીસે કરેલ રેડ દરમ્યાન આરોપી પોતાના કબજાની ગાડીમાં 'પોલીસ' ના લોગોને ઉપયોગ કરી, લોકોને ડરાવી, ધમકાવી દેહ વ્યાપારનો ધંધો કરતા પકડાયેલ અને આરોપી પાસે થી ત્રણ જેટલા મોબાઈલ ફોન મળી આવેલ , જેને પોલીસે કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. અને રિમાન્ડ પર લીધા બાદ ફરી અદાલત સમક્ષ રજૂ કરતાં કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જેથી આરોપીએ જામીન ઉપર છુટવા કોર્ટ માં જામીન અરજી કરી હતી. જેમાં સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કોર્ટમાં ધારદાર દલીલો કરતાં જણાવેલ કે, આરોપી અવારનવાર ગુન્હાઓ કરવાની ટેવવાળો છે, દેહ વ્યાપાર માટે ઉપયોગમાં લીધેલ ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં સરકાર માન્ય સીટીંગ વ્યવસ્થા ફેરવી તેમાં સેટી, ગાદલા, ચાદરો નાખેલ છે અને પોતાના ઘરમાં ડાન્સબાર જેવી વ્યવસ્થા ઉભી કરેલ હતી, તેમજ કારમાં જામનગર આર.ટી.ઓ.ની પુર્વમંજુરી વિના કલર બદલી, પોતે પોલીસમાં કોઈ પદ ધરાવતો ન હોવા છતાં કારમાં 'પોલીસ' ના લોગોનો દુરૂપયોગ કરી, લોકોને ડરાવી ધમકાવી ઘણા લાંબા સમયથી ગંભીર ગુનાઓ કરતો આવેલ છે, તેમજ પોતાના મકાનની આગળ કોઈપણ જાતની મંજુરી વગર વધારાનું બાંધકામ કરી, સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય આવા સંજોગોમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર પશ્ચિમી સંસ્કૃતિની વિપરીત અસર પડે તેમ છે અને ગુનેગારો ગુન્હા કરવા પ્રેરાશે. તેથી હાલના સંજોગો જોતાં આરોપીને જામીન ઉપર મુકત કરી શકાય નહીં.
કોર્ટે બંને પક્ષના વકીલઓની દલીલો સાંભળીને આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા ની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે દરાર?
April 22, 2025 11:46 AMજોજો ધ્યાન રાખજો નહીંતર પસ્તાશો....500ની નકલી નોટ બજારમાં ખુબ ચલણમાં, આ રીતે ઓળખો નકલી નોટ
April 22, 2025 11:45 AMમને કેદારનાથમાં શાંતિ મળી, નમાજ પણ અદા કરું:નુસરત ભરૂચા
April 22, 2025 11:41 AMમદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે પાંચ વર્ષ જ કામ કરી શકાશે: શિક્ષકો માટેની ધારાધોરણ નક્કી કરાયા
April 22, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech