રાજકોટ નજીકના હડાળા ગામે રહેતાં પોલીસ કમિશનર કચેરીમાં સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવતા લોકરક્ષકના માતા-પિતા નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (ઉ.વ.4પ) અને ભારતીબેન (ઉ.વ.43)એ ગઇકાલે બપોરે ટંકારાના છતર ગામમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.પ્રાથમિક તપાસમાં વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.જોકે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,હડાળા ગામના વતની નિલેશભાઈ અને તેના પત્ની ભારતીબેને છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી. જેમાં નિલેશભાઈનું તત્કાળ મોત નિપજયું હતું. જયારે ભારતીબેનને 108માં રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર બાદ તેમણે પણ દમ તોડી દીધો હતો. જાણ થતા ટંકારા પોલીસ મથકના હેડ કોન્સ. આર.એમ.કંણઝારીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં દંપતીને સંતાનમાં એક પુત્ર મિલન હોય જે રાજકોટમાં સ્પેશયલ બ્રાંચમાં એલઆરડી તરીકે ફરજ બજાવે છે.નિલશેભાઇ દરરોજ રાજકોટ આવી મકાઇના ડોડાની રેકડી ચલાવતા હતા.છેલ્લા ઘણા સમયથી તેઓ આર્થિક સંકડામણ અનુભવતા હોય માટે તેઓએ વ્યાજે રકમ લીધા બાદ વ્યાજના ચક્કરમાં ફસાતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.પણ પરિવાર હાલ મૃતકની અંતિમવિધિમાં હોય આ મામલે તેમના દ્વારા હજુ સુધી કોઇ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવવામાં આવી નથી.હાલ ટંકારા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech