BREAKING NEWS

રાજકોટમાં આર વર્લ્ડ સિનેમા નજીક રિક્ષાએ બાઇકને ઠોકરે લેતા પોલીસ જવાનનું મોત

  • July 28, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં બેફામ અને બેફિકરાઈ પૂર્વક ચલાવતા રિક્ષા ચાલકોના કારણે રોજ બરોજ નાના મોટા અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે પ્ર.નગર પોલીસ સ્ટેશનના 100 મીટર દૂર આર.વર્લ્ડ સિનેમા પાસે આજે વહેલી સવારે રિક્ષાએ બાઈકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર પોલીસ જવાનનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. યુવક તાલીમમાંથી ઘરે જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી રિક્ષા ચાલક નાશી છૂટતા પોલીસ શોધખોળ હાથ ધરી છે.


બનાવની મળતી વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેયુર શૈલેષભાઈ રામાણી (ઉ.વ.23)ના આજે વહેલી સવારે પોતાનું બાઈક લઈને મવડી હેડ ક્વાર્ટર ખાતે ટ્રેનિંગમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આર.વર્લ્ડ સિનેમા પાસે પહોંચતા સામેથી આવતા રિક્ષા ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાકીદે સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે દોડી આવેલા પરિવારજનોએ આક્રંદ સર્જ્યો હતો. ઘટનાની જાણ હોસ્પિટલ દ્વારા પ્ર.નગર પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.

મૃતક કેયુર બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ચારેક મહિના પહેલા જ પોલીસની નોકરીમાં જોઈન થતા તાલીમ લઇ રહ્યો હતો. આજે સવારે મવડી હેડ ક્વાર્ટર ખાતે તાલીમમાંથી ઘરે જતી વખતે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application