સંભલમાં વીજ ચેકિંગમાં ગયેલી પોલીસને 1978થી બંધ મંદિરમાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ મળી, જુઓ વીડિયો

  • December 14, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે, મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જૂના મંદિરમાં પોલીસ જોવા મળી રહી છે. પોલીસ આ બંધ મંદિર ખોલી રહી છે.


અહીં એક પૂજારી રહેતા હતા
1978થી બંધ પડેલું જૂનું મંદિર પોલીસે ખોલ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સમયે અહીં એક પૂજારી રહેતા  હતા, તેણે ડરના કારણે મંદિર અને વિસ્તાર છોડી દીધો હતો. પૂજારીના કહેવા પ્રમાણે, અહીં પૂજાપાઠ કરવાની અને આરતી કરવાની કોઈની હિંમત નહોતી. ભયના કારણે મંદિરના પૂજારીઓએ નજીકમાં બનાવેલું ઘર વેચી દીધું અને મંદિરને તાળું મારીને ચાલ્યા ગયા હતા.


શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ 
મંદિર પાસે આવેલો કૂવો પણ અન્ય સમાજ દ્વારા બંધ કરીને ભરવામાં આવ્યો હતો. ઓછી હિન્દુ વસ્તીને કારણે તમામ લોકો અહીંથી હિજરત કરી ગયા હતા. હવે શનિવારે વીજ ચેકિંગ દરમિયાન પ્રશાસનની નજર મંદિર પર પડતાં પૂજારીને બોલાવવામાં આવ્યા હતા અને મંદિરમાં તપાસ કર્યા બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ મંદિરની અંદરની સફાઈ કરી હતી. અહીં ભગવાન શિવનું શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application