શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસ કમિશનર બ્રિજશ કુમાર ઝાની અધ્યક્ષતામાં ગઈકાલે લોક દરબાર કમ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬ અરજીઓ આવી હતી જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. પોલીસ કમિશનરે આ લોક દરબારમાં કહ્યું હતું કે, વ્યાજખોરીના ગુનામાં વ્યાજખોર છૂટ્યા બાદ પણ તેની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.આ ઉપરાંત ડીસીપી ઝોન-૨ એ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના બે કે તેી વધુ ગુના નોંધાશે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
વ્યાજખોરીના દુષ્ણને ડામવા માટે રાજકોટ શહેર પોલીસ પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરી વિરોધી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યું છે જે ૩૧ જુલાઇ સુધી ચાલુ રહેશે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ૫ ી ૭ દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલમાં વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર કમ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,જેસીપી મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ઉપરાંત તમામ એસીપી અને પીઆઇની હાજરીમાં યોજાયેલા આ લોક દરબારમાં ૨૬ અરજીઓ આવી હતી. અલગ અલગ રીતે વ્યાજખોરો દ્વારા અરજદાર પર દમન ગુજારવામાં આવ્યું હોય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ કરી ગુના નોંધવામાં આવશે.
આ લોક દરબારમાં ડીસીપી ઝોન- ૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, અરજીઓના આધારે સંબંધિત પોલીસ મક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે જેની સામે વ્યાજખરીના બે કેસ નોંધાશે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
લોક દરબારમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ૬૦ અરજીમાં ૪૭ માં ગુના દાખલ કરી ૬૨ આરોપી પકડ્યા હતા. જે વ્યક્તિઓને પૈસાની જરૂરીયાત હોય તે પ્રમ બેંક પાસે લોન લેવાનો આગ્રહ રાખે. આવક પ્રમાણે પ્રસંગ કરવા જોઈએ કોઈની દેખાદેખીમાં આવી ન જવું જોઈએ. ર્આકિ સમસ્યા હોય તો સંબંધી પરિવાર કે મિત્ર સર્કલને વાત કરવી જોઈએ. વ્યાજખોરો પાસે આપણે નહીં જઈએ તો તેનો ધંધો આપોઆપ બંધ ઈ જશે. કોઈપણ આત્મઘાતી પગલું ભરતા પહેલા તમારા પરિવાર વિશે વિચારી એક વખત પોલીસ પાસે આવો તમને ૧૦૦ ટકા ન્યાય અપાવીશું. આગામી દિવસોમાં પોલીસ દ્વારા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, અરજીના આધારે ગુના નોંધાશે તેમાં આરોપી છૂટ્યા પછી પણ તેની ગતિવિધિ પર પોલીસ ખાસ નજર રાખશે. જેી કરીને ફરિયાદ નોંધાવનારને કોઈ તકલીફ ન પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech