પાર્સલ, ડબ્બા, બાચકા જેવો સામાન વ્યવસ્થિત રીતે બાંધવા આપ્યુ માર્ગદર્શન
પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. કે.બી. ચૌહાણ અને તેમની ટીમે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો.
પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં ટ્રાફિકના નિયમન માટે પોલીસે કાર્યવાહી કરી હતી અને પાર્સલ, ડબ્બા, બાચકા જેવો સામાન વ્યવસ્થિત રીતે બાંધવા માર્ગદર્શન આપ્યુ હતુ.
તાજેતરમાં પોરબંદર આવેલા રેન્જ આઈ.જી.ને સુતારવાડાના વેપારી એ ફરિયાદ કરીને ટ્રાફિકની સમસ્યા વધી હોવાનું જણાવ્યું હતું તેથી પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચાલતા માલવાહક વાહનોના ચાલકોને એકત્રિત કરી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમો વિશે જાણકારી આપવામા આવેલ હતી તેમજ વાહનમાં પાર્સલ,ડબ્બા,ગુણી બારદાન વિગેરે જે સામાન ભરવામાં આવે છે તે રસ્તામાં નીચે પડે નહીં તે રીતે બાંધીને સુરક્ષિત રીતે લઈ જવા સૂચના આપવામાં આવેલ હતી.આ ઉપરાંત વાહનચાલકોને ‘રાહ-વીર’ યોજના તેમજ હિટ એન્ડ રન કેસ અકસ્માત વળતર યોજના વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી .આ કામગીરી પોરબંદર ટ્રાફિક શાખાના પી.એસ.આઈ કે.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ.કે.બી.પરમાર, પો.કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઈ ગોઢાણીયા દ્રારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application