બેડી વિસ્તાર સહિતના ૧૫ જેટલા માથાભારે તત્વોને પોલીસની નોટિસો ઈસ્યુ થતાં જ ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો
જામનગર શહેર-જિલ્લામાં અસામાજિક અને ગુંડા તત્વો સામે પોલીસની ચાલી રહેલી કડક કાર્યવાહીમાં રીઢા ગુનેગારોના ગેરકાયદે મિલ્કતોનું લીસ્ટ તૈયાર કરીને એસ.પી. દ્વારા હવે મેઘા ડીમોલીશન માટેનો તખ્તો તૈયાર કર્યો છે અને ૧૫થી વધુ અસામાજિક તત્વોની ગેરકાયદે મિલ્કતોનું ડીમોલીશન માટે નોટીસ ઈસ્યુ કરાતાં ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ જામનગર પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરાયા બાદ વીજ તંત્રને સાથે રાખીને વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ૩૩૨ સ્થળોએથી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને વીજ પોલીસ મથકમાં તેની સામે ગુનાઓ નોંધાવવામાં આવ્યા છે, આ ગુંડા તત્વોને વીજ તંત્ર દ્વારા રૂ.૩ કરોડથી વધુના વીજ ચોરીના બીલ ફટકારવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમ્યાન શહેર-જિલ્લામાંથી ૪૬ ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને એલસીબીની કચેરીએ એસપીની ઉપસ્થિતિમાં હાજર કરાયા હતાં અને તે તમામની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબીના પીઆઈ વી.એમ લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જેના ભાગરૂપે માત્ર ર૪ કલાકમાં જ શહેરમાંથી કુલ ૪૬ ટપોરીઓને ઉપાડી લઈને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ગ્રામ્ય ડિવાયએસપી રાજેન્દ્ર દેવધાની આગેવાનીમાં શહેર-જિલ્લાના ૨૮૫ અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઈ કરાય છે, અને તે તમામની હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે. જેમાં અમુક ગુંડા તત્વોએ સરકારી જમીનો ઉપર કે અન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હોય તેવા ૧૫થી વધુ ગુંડા તત્વોને નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે, અને તેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે એસપીએ તખ્તો તૈયાર કરી લીધો છે, અને આગામી દિવસોમાં જ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech