લીંબડીના ભલગામડાની સીમમાં દારૂના ચાલુ કટિંગ ઉપર પોલીસ ત્રાટકી: ૧૩.૮૬ લાખના દારૂ-બિયર ઝડપાયો

  • March 06, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી સુરેન્દ્રનગરનાઓને સુચના આપેલ હોય, જે અન્વયે એલસીબી ટીમે નાઇટ દરમિયાન લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી સચોટ બાતમી હકીકત મેળવેલ કે, સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા રહે.ભલગામડા તથા નીરવભાઇ અમૃતલાલ દરજી રહે.લીંબડી બન્નેએ નાગદાન પ્રભુદાન ગઢવી રહે.વડોદરા મુળ રહે. વઢવાણવાળો તથા ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા રહે.ભાવનગરવાળા પાસે ગે.કા. પરપ્રાંતિય ભારતય બનાવટનો વિદેશ દારૂનો મોટો જથ્થો મગાવી ચારેય ઇસમો ભેગા મળી તેઓના સાગરિતો મારફતે ટાટા કંપનીના કન્ટેનર નંબર એમએચ-૪૬બીએમ-૦૧૦૯મા વિદેશી દારૂનો મોટો જથ્થો ભલગામડા ગામની સીમમાં દાજીભાઇ ભરતસિંહ રાણાની વાડીમાં ઉતારી વિદેશી દારૂનું કટીંગ કરાવે છે,

તેવી ચોકકસ બાતમી હકીકત મેળવી તૈયારી સાથે એલસીબીએ છાપો મારતા ભલગામડા ગામની સીમમાં દાજીભાઇ ભરતસિંહ રાણાની વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૨૭૧ તથા બીયર ટીન નંગ-૧૬૪૧ મળી કિ.રૂ. ૧૩,૮૬,૨૧૦ તથા કન્ટેનર કિ.રૂ.૧૨,૦૦,૦૦૦ તથા નિશાન માઇક્રા એક્ષવી કાર રજી નંબર જીજે-૫જેડી-૩૦૮ કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨૭,૮૬,૨૧૦નો મુદ્દામાલ મળી આવતા આરોપીઓ એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી, કટીંગ કરાવેલ હોય આ કામે આરોપીઓ સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા રહે.ભલગામડા, નીરવ અમૃતલાલ દરજી રહે.લીંબડી, નાગદાન પ્રભુદાન ગઢવી રહે.વડોદરા મુળ વઢવાણ, ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા રહે. ભાવનગર, ટાટા આઇશર નંબર જીજે-૧૨એટી-૫૦૧૦નો ચાલક, નિશાન માઇકા એક્ષવી કાર જીજે-૫જેડી-૩૦૮નો ચાલક તથા તપાસમાં ખુલે તે ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ પોલીસ સબ ઇન્સ વી.આર.જાડેજા, એએસઆઇ રૂતુરાજસિંહ, જુવાનસિંહ, પો.હે.કો. હિતેષભાઇ, અમરકુમાર, ચમનભાઇ તથા પો.કોન્સ. અશ્ર્વિનભાઇ, કલ્પેશભાઇની ટીમ સાથે રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS