ભાણવડના ગ્રામ્ય પંથકમાં રમતા વરલીના જુગાર પર પોલીસ ત્રાટકી

  • May 29, 2021 11:16 AM 

રૂ. 1.83 લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા, ચાર ફરાર

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રમાતા હાજર વરલીના જુગાર પર પોલીસે દરોડો પાડી, છ શખ્સોને આઠ મોટરસાયકલ સહિત રુપિયા 1.83 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ થી આશરે વીસ કી.મી. દુર કંશારીયા નેસ વિસ્તારમાં આવેલા એક તળાવ નજીક ચના કાના રબારી (રહે. ફાટલ નેસ) નામના શખ્સ દ્વારા આ સ્થળે બાવળની જાળીમાં જુગારી તત્વોને એકત્ર કરી, જાહેરમાં હાજર વરલીનો જુગાર કે જેમાં ઝીરો થી નવ સુધીના આંકડા લખેલા પોસ્ટ વડે પૈસાની હાર-જીત કરવામાં આવતી હતી, આ સ્થળે ગત સાંજે પોલીસે દરોડો પાડી, જુગાર રમી રહેલા બ્રિજેશ હસમુખભાઈ ભાણવડીયા, ગિરધર કાનજીભાઈ વિસાવાડીયા, ગોગન છગનભાઈ ઓડેદરા, આલા રૂડાભાઈ સોલંકી, કેતન તુલસીભાઈ નિમાવત, અને રામજી છગનભાઈ ગોહેલ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.

આ સ્થળેથી પોલીસે રૂપિયા 36,150 રોકડા તથા રૂપિયા 12 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂ. 1,35,000 ની કિંમતના આઠ વાહન મળી કુલ રૂપિયા 1,83,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન ચના કાના રબારી, કરસન ગોવાભાઈ નંદાણીયા, લખમણ ધનાભાઈ કનારા અને જીતુ નટુભાઈ જાડેજા નામના ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે, આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS