ખંભાળિયાના કોટા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: છ શખ્સો ઝબ્બે

  • June 26, 2021 10:34 AM 

ખંભાળિયા તાલુકાના કોટા ગામે ગત સાંજે અહીંના પી.આઈ. વિશાલ વાગડીયાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફે ધમધમતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં ગંજીપાના વડે જુગાર રમતા કુલ છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ખંભાળિયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર કોટા ગામની સીમમાં અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા દલુ ગગા લુણા નામના 42 વર્ષીય શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલા રહેણાક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર પોલીસ સ્ટાફ ત્રાટક્યો હતો. આ સ્થળે જુગાર રમી રહેલા રાણસુર શામરા લુણા, ગુસા જેસા કારીયા, ખીમા બાધા રાણી કરમણ સાજણ ગઢવી અને દિનેશ સુંદરજીભાઈ ગોકાણી નામના કુલ છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 22,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS