આટકોટ હાઈ-વે ઉપર આડેધડ પાર્કિંગ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી

  • November 28, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ-ભાવનગર હાઈવે પર અવાર નવાર ટ્રાફિકજામ રહેતો હોય અડધો કિલોમીટર લાંબી લાઈનો લાગી જતી હતી. જેને લોકોને પસાર થવું પણ અઘરું થાય છે. આડેધડ વાહનો પાર્કિંગના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. જેને લઈને આટકોટ પોલીસ પીએસઆઈ સહિત પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાર્ક કરાયેલા આડેધડ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ સીસોદિયાએ જણાવ્યું હતું કે, આડેધડ વાહનો સામે કાર્યવાહી થશે અને રોડ પર રાખતા વાહનોને ડીટેઈન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થોડીવારમાં તો રોડ સાફ થઈ ગયો હતો પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોને રાહત મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application