સલાયાના ચુડેશ્વર ગામના ગેટ પાસેથી ઇંગ્લિશ દારૂની 5 બોટલ અને 6 ટીન બિયર પકડી પાડતી પોલીસ

  • April 09, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ મહા નિર્દેશકની સૂચના મુજબ દારૂ અને જુગારના દૂષણને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસના પીઆઈ.સિંગરખીયા સાહેબ પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ અને વિપુલ ડાંગર ને મળેલ સયુંકત ખાનગી બાતમીના આધારે ગામના ગેટ પાસે ઉભેલા સખ્સ પ્રકાશ સોંદરવા ની તલાસી લેતા એની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ 5 અને બિયર ટીન 6 મલી આવ્યા હતા. જેની સામે ધોરણસરની ફરિયાદ કરવામાં આવેલ છે. આ દારૂ બીયરના જથ્થા સાથે મોબાઈલ મલી કુલ રૂપિયા 9300 નો મુદ્દા માલ જપ્ત કરેલ છે. અને આરોપી સામે પ્રોહિબિશન હેથળ ગુન્હો દાખલ કરેલ છે. આ કામગીરીમાં સાથે ઓમદેવસિંહ તેમજ ભરતસિંહ પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application