જેતપુરમાં દુકાનમાંથી ૩૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લેતી પોલીસ

  • March 29, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલી દુકાનમાંથી પોલીસે રૂપિયા ૩૯૦૦ ની કિંમતનો ૩૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. ગાંજાના જથ્થા સાથે દુકાનદાર અને તેને ગાંજો આપનાર બંને શખસોને પણ પકડી પાડ્યા હતા.
​​​​​​​
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર પીઆઇ એ.ડી.પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ વી.સી.પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, મહિપત ધીરૂભાઈ ખુમાણ( રહે.જેતપુર) એ જુનાગઢ રોડ હિંમતભાઈ પતંગ વાળાની દુકાન વાળી શેરીમાં ગ્લોબ કોમ્પ્લેક્સમાં આવેલી પોતાની જોજો ઓફિસ નામની દુકાનમાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમને દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં તપાસ કરતા અહીંથી રૂપિયા ૩૯૦૦ ની કિંમત નો ૩૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના આ જથ્થા સાથે મહિપત ધીરૂભાઈ ખુમાણ (રહે.યોગી નગર શેરી નંબર એક જેતપુર)ને ઝડપી લીધો હતો અને તેની પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો તેને જેતપુરમાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા ગોવિંદ કેશુભાઈ કરગીયાએ આપ્યો હોવાનું માલુમ પડતાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. બાદમાં બંને સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application