બરડા ડુંગરમાંથી દેશી બાદ પોલીસે વિદેશી દા‚ની ૬૩ બોટલ કરી કબ્જે

  • May 12, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બરડાડુંગરમાં ફાટલનેશથી ઉત્તરે એક કિ.મી. દૂર ૪૭,૨૦૦ની કિંમતની વિદેશી દા‚ની ૬૩ બોટલ કબ્જે કરવામાં આવી હતી.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડિવિઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાને પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના  પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ, જયમલસામતભાઇને મળેલ સંયુકત હકીકતના આધારે રાણાવાવા બરડા ડુંગર ઉપલા ફાટલનેશથી ઉતરે ૧ કિ.મી. દૂર હકીકતવાળી જગ્યાએ સર્ચ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દા‚ની અલગ અલગ બ્રાન્ડની કુલ ૬૩ બટલો કિ. ‚ા. ૪૭,૨૦૦ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી એક ઇસમ વિ‚ધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ દા‚ છુપાવનારા બધા કરમણ  રાડા નામના ફાટલનેશના  શખ્શનું નામ ખૂલતા પોલીસે તેની સામે ગુન્હો દાખલ કર્યો છે. 
આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સમાતભાઇ, ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application