રાજકોટના રેલનગરમાં ઉપલેટાથી મળવા આવેલા યુવકની મહિલાના પિતાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી, પ્રેમ પ્રકરણની શંકા

  • January 22, 2025 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેલનગરમાં આસિફ ઈકબાલભાઈ સમા (ઉં.વ. 30) નામના યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. મૃતક યુવક રેલનગરમાં લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં પરિચિત મહિલાને મળવા ઉપલેટાથી આવ્યો હતો. ત્યારે મહિલાના પિતાએ જ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ હત્યા પાછળ પ્રેમ પ્રકરણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગત મુજબ રેલનગર વિસ્તારમાં લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં રહેતી પરિચિત મહિલાને આસિફ મળવા આવ્યો હતો. ત્યારે મહિલાના પિતા રાજેન્દ્ર રાઠોડ ઘરે હોય ઉશ્કેરાયને આસિફને છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, આસિફનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. એસીપી ચૌધરી, પ્રનગર પીઆઇ, પીએસઆઇ સહિતનો ડી સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો છે. હત્યા અંગેનું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application