શાપર વેરાવળ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરી શાપર પોલીસ અને એલસીબીની ટીમે એક જ દિવસમાં દેશી દારૂના ૧૪ ધંધાર્થીઓ ઝડપી લઇ તેની સામે ગુના નોંધ્યા હતાં. આ સિવાય જુગારનો પણ એક કેસ કર્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી હિમકરસિંહ દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવી હોય જેના અનુસંધાને ઇન્ચાર્જ એસ.પી સીમરન ભારદ્વાજ દ્વારા સ્થાનિક સ્તરેથી પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરી આ અંગે વધુમાં વધુ કેસો કરવા સુચના આપવામાં આવી છે. જેને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પીઆઇ વી.વી.ઓડેદરા તથા એલ.સી.બીની અલગ અલગ ટીમ તથા શાપર પીઆઇ આર.બી.રાણાની કુલ- ૪ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં.
પોલીસની આ ડ્રાઇવ દરમિયાન શાપર વેરાવળ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દારૂના કુલ ૧૦ કેસ શાપર પોલીસે શોધી કાઢેલ તથા પ્રોહીબીશનના ૦૪ કેસ એલ.સી.બી.ની ટીમે શોધી કાઢેલ એમ મળી કુલ ૧૪ ગુન્હા શોધી કાઢી કુલ ૧૨૦ લીટર દેશી દારૂ કિં.રૂ.૨૪૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ જુગારનો ૧ કેસ શાપર શોધી કાઢી તેમજ કુલ-૧૦ નીલ રેડ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
શાપર પોલીસ અને એલસીબીની સંયુકત કામગીરીમાં પકડાયેલા દેશી દારૂના ધંધાર્થીઓમાં ભરત વલ્લભભાઇ સોલંકી,ખીમકરણ હરસુરભાઇ ઉર્ફે હિરાભાઇ માલાણી, પ્રવિણ વિક્રમભાઇ મણદુરીયા, અનિતાબેન ઉમેશભાઇ જીવરાજભાઇ સાડમીયા, ભરત રવજીભાઇ પરમાર, નરેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિહ ઉર્ફે ધોની શિવમંગલસિહ, નાથીબેન અજમલભાઇ માલાણી, નાથીબેન રાણાભાઈ માલાણી, દેવસુર રાજાભાઇ વાલા, નંદુબેન ભીમજીભાઇ સોલંકી, રેણુકાબેન અરૂણભાઇ ઠાકુર, વિનોદ ગોવિંદભાઇ પીઠીયા, મયુરસિંહ સુખદેવસિહ જાડેજા,રામીબેન વા/ઓ ભાયાભાઇ ભાસળીયા, લલીત સોમાભાઇ પરમારનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં હેડ.કોન્સ તુષારસિંહ જાડેજા,દીનેશભાઇ કાતરીયા, વીરમભાઇ ભિંભા, રાજેશભાઇ વાવડીયા, કોન્સ. લગધીરસિંહ જાડેજા, દીવ્યેશભાઇ શામળા, જગસીભાઇ, વીમલભાઇ વેકરીયા, સુમીતભાઇ, અલ્પેશભાઇ ડામસીયા વિગેરે સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMમારી 25 વર્ષની તપસ્યાનું આ ફળ છે: મમતા કુલકર્ણી
May 31, 2025 11:57 AMરાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ જામનગર દ્વારા શતાબ્દી વર્ષને અનુલક્ષીને પત્રકાર મિલન યોજાયું
May 31, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech