શહેરના કુંભારવાડા વિસ્તારમાં ચાલતા ઓનલાઇન જુગારના અડ્ડા પર બોરતળાવ પોલીસે બાતમીના આધારે ત્રાટકી યત્રં પર ગ્રાહકો પાસેથી મુકાવેલી રકમની નવ ગણી રકમ જીતાડવાના તેમજ દર પાંચ મિનિટે જુગાર રમતા ગ્રાહકની વિજેતા બનાવી વિજેતા સિવાઈના ગ્રાહકોને યત્રં પર ઓનલાઈન જુગાર રમાડી રહેલા ઓપરેટર તેમજ દુકાનના માલિક અને ૬ ગ્રાહકો મળી ૯ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ મોબાઈલ મળી કુલ . ૪૨, ૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બોરતળાવ પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારના માઢીયારોડ, બાનુબેનની વાડીમાં આવેલી એક દુકાનમાં ઓનેસ્ટ ફ્રેન્ચાઇઝ ઓનલાઈન માર્કેટિંગ નામે બહારથી ગ્રાહકો બોલાવી યત્રં પર દર પાંચ મિનિટે ગ્રાહકે મુકેલી રકમની નવ ગણી રકમ જીતાડી વિજેતા સિવાઈના ગ્રાહકોને ઓનલાઈન જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડી દુકાનમાં હાજર ભરત ઉર્ફે બલી નારણભાઇ ગોહિલની પૂછ પરછ કરતા પોતાનો શેઠ હસમુખ વલ્લભભાઈ મકવાણા (રે. વડોદ, તા. ઉમરાળા)એ પોતાને માસિક પિયા ૯હજારના પગારથી ઓપરેટર તરીકે કામે રાખ્યો હોવાનું જણાવતા વધુ પૂછતાછમાં સવારથી સાંજ સુધી દુકાનમાં બહારથી ગ્રાહકો બોલાવી યત્રં પર રકમ મુકાવી જુગાર રમાડતો હોવાની કબૂલાત આપતા દુકાનમાં હાજર ગ્રાહકો સુરા દુલા ગોહેલ ફ(ઉ. વ. ૪૦, રે કુંભારવાડા, માઢીયા રોડ), ભરત ભાણાભાઈ ડાભી (ઉ. વ. ૨૭, રે. કુંભારવાડા, માઢીયા રોડ), વીરેન્દ્ર ભાવેશભાઈ રાઠોડ (ઉ. વ. ૧૯, રે. કુંભારવાડા, માઢીયા રોડ), ભુપત સોમાભાઈ વેગડ (ઉ. વ. ૫૫), ગણેશ બટુકભાઈ જમોડ (ઉ. વ. ૩૪) અને પ્રવીણ મનજીભાઈ ચૌહાણ (ઉ. વ. ૫૦) તેમજ ભરત ઉર્ફે બલી નારણભાઇ ગોહિલ, હસમુખ વલ્લભાઈ મકવાણા અને જયદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા (રે. કુંભારવાડા, માઢીયા રોડ) સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી દુકાનમાંથી રોકડા . ૧૧, ૯૦૦, કોમ્પ્યુટર સિસ્ટમ . ૧૮, ૦૦૦ ૪મોબાઈલ . ૧૧, ૦૦૦તેમજ ધાતુના સિક્કા મળી કુલ . ૪૨, ૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech