જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઇ અરબ, કોન્સ. પ્રકાશભાઇ પરમાર,મેહુલભા સોનરાજને મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના વેજાગામની સીમમાં જુગારની મહેફિલ પર દરોડો પાડયો હતો.પોલીસેને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે અહીં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ધીરૂભાઇ નનકુભાઇ ખાચર, મિલન જેન્તીભાઇ અઘેરા, મહેન્દ્રસિંહ જયુભા જાડેજા, નાનજીભાઇ ડાયાભાઇ ગોહેલનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૩૬,૯૦૦ ત્રણ વાહન,ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. ૧,૪૧,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ભાવેશ ઉર્ફે ભુરો પાનસુરીયા, હીતેશ નરશીભાઇ મહીડા અને પ્રફુલ બાવાજી નાસી ગયા હતાં.જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જયારે જુગારના અન્ય દરોડામાં મેટોડા પોલીસે ખીરસરા જુના ગામમાં સ્કુલ પાછળ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.જેમાં દિલિપ દેવજીભાઇ દાફડા, કિશોર માધાભાઇ સાગઠીયા, સુનીલ મનજીભાઇ વાગડીયા અને સમીર ઉર્ફે સામો દામજીભાઇ સાગઠીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૩,૬૦૦ કબજે કરી કાયદેસરની કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech