જામનગરમાં પ્રભાત નગર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે પોલીસનો દરોડો

  • June 21, 2021 11:23 AM 

૧૩૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીઓના જથ્થા સાથે એક આરોપી પકડાયો: અન્ય બે ફરાર

જામનગરમાં પ્રભાત નગર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૩૧ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી મકાનમાલિકની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં પ્રભાત નગર વિસ્તારમાં રહેતા સુલતાન ઇશાકભાઇ હાલાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો  ઉતારવા માં આવ્યો છે, તેવી બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો, અને રહેણાંક મકાનમાંથી પાંસઠ હજારની કિંમતનો ૧૩૧ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો પકડી પાડયો હતો.

પોલીસે ઉપરોક્ત દારૂના જથ્થા સાથે મકાનમાલિક સુલતાન હાલાણી ની અટકાયત કરી લીધી છે, જ્યારે તેની પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના હુસેનભાઇ ખેરાણી અને હાસમભાઇ જીવરાણી નામના બે શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું કબુલતાં તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS