ભાણવડના દુધાળા ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડો

  • September 08, 2021 10:37 AM 

પાંચ ઝડપાયા, એક ફરાર

    ભાણવડથી આશરે સોળ કિલોમીટર દૂર દુધાળા ગામે રહેતા હરીશ લખમણભાઈ નનેરા નામના બત્રીસ વર્ષના યુવાન દ્વારા પોતાના અંગત ફાયદા માટે નલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના અઢી વાગ્યે દરોડો પાડયો હતો. જેમાં જયેશ માલદે સોલંકી, મનસુખ ટપુભાઈ સોલંકી, નિલેશ સામતભાઈ ભેટારિયા અને ધીરુ દેવરાજભાઈ રાવત નામના કુલ પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

    પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે 51,490 રોકડા, રૂ. 80 હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ, તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,34,490 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ દરોડા દરમિયાન દુધાળા ગામનો કુંભાર જેસા સિંગડીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS