પોરબંદરમાં એક મહિલાનું અગત્યના ડોકયુમેન્ટ સાથેનું પડી ગયેલુ પર્સ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાના માધ્યમથી શોધી આપ્યુ હતુ.
પોરબંદરના રાજીવનગરમાં રહેતા તૃષ્ણાબેન મહેશભાઇ મોનાણી તેમના પિતા સાથે સુતારવાડા થી રાજીવનગર તેમના ઘરે જતા હતા ત્યારે તેમનુ પર્સ જેમાં તેમના અગત્યના ઓરીઝનલ ડોકયુમેન્ટ આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ વિગેરે તથા આશરે ા.૩૦૦/- પર્સમાં રાખેલ હોય અને પર્સ સ્કુટરમાં આગળના ભાગે રાખેલ હોય અને કાવેરી હોટલથી નરસંગ ટેકરી સુધીના રસ્તામાં પડી જઇ ગુમ થયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર બ આવી નેત્રમ ઇન્ચાર્જને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ પર્સ શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા અરજદાર જે ટ ઉપરથી પસાર થયેલ જેમાં કર્લીનો પુલ, વગેરે વિશ્ર્વાસ પ્રોજેકટના સી.સી.ટી.વી ચેક કરતા અરજદાર ના સ્કુટર માંથી પર્સ કલીના પુલ ઉપર પડી ગયેલનું જોવા મળે છે.
તથા થોડી વાર પછી એક ઠાઠા રીક્ષામાંથી એક બહેન ઉતરી તે પર્સ રોડ પરથી લેતા જોવામાં આવે છે. તે રીક્ષાના રજી. નં. ૧૦૩૧૩૭ હોય જે વાહન ચાલક આકાશભાઇ ડાભીનો સંપર્ક કરતા તેની રીક્ષામાં બેસેલ હંસાબેન દેવશીભાઇ મકવાણાએ પર્સ લીધેલ હોય અને તે ડોકયુમેન્ટ માં બતાવેલ નંબર પર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી રીક્ષા ચાલક તથા હંસાબેન દેવશીભાઇ મકવાણાને નેત્રમ ખાતે બ બોલાવી અરજદાર પાસે તેનુ પર્સ ચેક કરાવડાવી હંસાબેને પોતાના હસ્તે અરજદારને પરત કરેલ જે બાબતે અરજદાર દ્વારા નેત્રમ તેમજ રીક્ષા ચાલક તથા હંસાબેન દેવશીભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech