BREAKING NEWS

જેતપુરમાં 12 કલાકમાં બે-બે હત્યાથી ખળભળાટ...પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી, ચાદરમાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી

  • January 11, 2026 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લો ફરી રક્તરંજિત બન્યો છે. રાજકોટના જેતપુરમાં 12 કલાકમાં બે-બે હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પહેલા બનાવમાં શંકાશીલ પતિએ જ પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી છે તો બીજા બનાવમાં ચારમાં બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ બંને ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે.


પુત્રીના ઘરે જ પિતાએ માતાને પતાવી દીધી

મળતી માહિતી મુજબ, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં કૌટુંબિક કલેશ લોહિયાળ સાબિત થયો છે. વતનથી પોતાની પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા એક પરપ્રાંતીય દંપતી વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. માતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઓરડીમાંથી મહિલાનો ચાદરમાં લપેટેલો મૃતદેહ મળ્યો

બીજી ઘટના એમ.જે. ઉદ્યોગનગર વિસ્તારમાં સામે આવી છે. રબારીકા રોડ પર આવેલી એક અવાવરું ઓરડીમાંથી એક અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનો મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો છે, જે દર્શાવે છે કે પુરાવાનો નાશ કરવા અથવા લાશને છુપાવવા પ્રયાસ થયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આડા સંબંધો કે અંગત અદાવતમાં થયેલી હત્યા હોવાનું મનાય છે.


પોલીસ એક્શન મોડમાં

શહેરમાં ઉપરાઉપરી થયેલી બે હત્યાઓને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉદ્યોગનગર વિસ્તારના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. અજાણી મહિલાની ઓળખ મેળવવા માટે આસપાસના કારખાનાઓમાં પૂછપરછ શરૂ કરી છે. ગુના સ્થળેથી મળી આવેલા પુરાવા આધારે શકમંદોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application