BREAKING NEWS

મોરબીમાં પોલીસ દ્રારા ટ્રાફિકના નિયમો તોડનારા સામે લાલ આંખ !

  • May 18, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ અને ખાસ કરીને મોરબી જિલ્લ ા પોલીસ દ્રારા ગુનાખોરી ડામવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લ ા પોલીસ અધિક્ષકની સૂચનાથી મોરબી શહેર વિસ્તારમાં એક ઓચિંતું ડે–કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ સહિત કુલ ૧૦ જેટલી અલગ–અલગ ટીમો બનાવી મોરબીના જુદા–જુદા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભગં કરનારા વાહનચાલકો, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને હેલ્મેટ–સીટ બેલ્ટ વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દા પીને વાહન ચલાવતા ડ્રાઇવરો અને રોંગ સાઇડમાં વાહન ચલાવી અડચણ ઊભી કરતા લોકો સામે કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાં ચેક કરેલ સક્રિય પ્રોહી. બુલેગર, ચેક કરેલ જાણીતા જુગારીયા ચેક કરેલ ટપોરી, પ્રોહીબીશનના સફળ કેસો, એમ.સી.આર.ચેક કરેલ, હિસ્ટ્રીસીટર ચેક કરેલ, (એમ.વી.એકટ–૨૦૭) વાહનો ડીટેઇન, પ્રોહિ પીવાના કેશો, જાહેરનામા ભંગના કેશો, દા પી વાહન ચલાવી નિકળેલ ચાલકા, ટ્રાફીકના નિયમોનો ભગં કરતા વાહન ચાલકો પાસેથી એન.સી.–૭૨ હાજર દડં પિયા ૩૦,૫૦૦ વસુલ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application