રાજકોટ હાલ ડિગ્રી વગરનાં ડોકટરોને ઝડપી લેવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજકોટ નજીકનાં ગામમાંથી બોગસ ડોકટરને પકડી પાડવામાં આવ્યો છે. શહેરનાં મોરબી રોડ પર રહેતો શખસ ખોરાણા ગામ પાસે ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો એસઓજીની ટીમે અહીં દરોડો પાડી આ શખ્સને ઝડપી લઈ મેડિકલ પ્રેકટીસને લગતાં સાધનો અને રોકડ રકમ સહિત ા.૨૦,૫૧૦નો મુદામાલ કબજે કર્યેા હતો. આ શખ્સ ધોરણ ૧૨ પાસ હોવાનું અને અગાઉ પણ આ રીતે કિલનિક ચલાવતાં પોલીસના હાથે બે વખત ઝડપાઈ ચુકયો હોવાનું જાણવા મળ્યું છે. એસઓજી પી.આઈ. એસ.એમ.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.બી.માજીરાણાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ખોરાણા ગામ પાસે રામજી મંદિર નજીક આવેલા ધ્વની કિલનિકમાં દરોડો પાડયો હતો. પોલીસે અહીં પોતાને ડોકટર તરીકે ઓળખાવનાર શખ્સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.૩૬, રહે.મોરબી રોડ, જકાતનાકા પાસે, અક્ષરધામ સોસાયટી, શેરી નં.૪, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેકટીસ અંગેની ડિગ્રી માંગતા આવી કોઈ ડિગ્રી આ શખ્સ પાસે હતી નહીં જેથી પોલીસે અહીંથી મેડિકલને લગતાં સાધનો અને રોકડ રકમ ા.૫૨૦ સહિત કુલ ા.૨૦,૫૧૦નો મુદામાલ કબજે કરી આરોપી વિધ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેકટીસનાં એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ડિગ્રી વગર કિલનિક ચલાવી લોકોનાં ઈલાજ કરનાર હિરેન કાનાબાર ધોરણ ૧૨ પાસ હોવાનું અને અગાઉ તેના વિધ્ધ ડીસીબી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે ડિગ્રી વગર કિલનિક ચલાવવા અંગેનો ગુનો નોંધાઈ ચુકયો છે. અગાઉ પણ તે ખોરાણા ગામે જ કિલનિક ચલાવતો હતો. આ અંગે પોલીસે જરી કાર્યવાહી હાથધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech