ઉત્તરાયણના પર્વ પર ખરીદી કરવા ગયેલા વૃધ્ધાના . ૨ લાખના સોનાના દાગીના તથા . ૭૫૦૦ રોકડ, મોબાઇલ સાથેની બેગ ઓટો રીક્ષામા ભુલી ગયા હતાં. જે અંગેની જાણ કરતા માલવીયાનગર પોલીસ તપાસ હાથ ધરી રિક્ષાચાલકને શોધી કાઢી આ તમામ વસ્તુ તેમને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્રના સુત્રને સાર્થક કયુ હતું.
ગઈ તા.૧૩૦૧૨૦૨૫ ના ઉતરાયણ પર્વ પર જયાબેન દામજીભાઇ મુંગરા (ઉ.વ.૬૬, રહે. બ્લોક નં સી૨૩, અભીરામ પાર્ક શેરી નં ૦૩, ફીલ્ડ માર્શલ વાડી પાસે, રામપાર્ક સામે, જુનો મોરબી રોડ) ધર્મેન્દ્ર રોડ ખાતે ખરીદી કરીને ત્રીકોણબાગ ખાતેથી એક ઓટો રીક્ષામા બેસેલ હોય અને તે રીક્ષામા પોતાનુ બેગ રાખેલ હોય અને પોતાના દીકરાના ઘરે અક્ષર વાટીકા ૪૦ નો રોડ એસ.કે પી સ્કુલની બાજુમા જતા હોય અને ઓમનગર સર્કલ પાસે રીક્ષામાંથી ઉતર્યા હતાં.ઉતાવળમા રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયેલ હોય અને બાદમા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને આ બાબતે જાણ કરી હતી.
પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એસ.ગજેરા તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ત્રીકોણબાગથી બસ સ્ટેન્ડ, મક્કમ ચોક, શ્રી વિવેકાનદં બ્રીજ, આનદં બંગ્લા ચોક, મવડી ચોકડી, ઓમનગર સર્કલ ખાતેના તમામ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી તલસ્પર્શી તપાસ કરતા વૃધ્ધ મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષાની તપાસમા હતા.દરમિયાન હેડ.કોન્સ જયદેવસિંહ પરમાર તથા કોન્સ. મનીષભાઇ સોઢીયા, ચીત્રકેતુસિંહ ઝાલાને મળેલી માહીતીના આધારે વૃધ્ધા મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષા ચાલકને શોધી કાઢી તેને પુછતા બેગ પોતાની પાસે રાખી હોવાની જણાવ્યું હતું. જેથી પોલીસે તમામ દાગીનાની અંદાજી કી.. ૨,૦૦,૦૦૦ તથા રોકડ .૭,૫૦૦ તથા એક મોબાઇલ ફોન તથા દવાઓ અને કપડાઓ ભરેલ બેગ મેળવી અરજદારને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દાગીનાની ખરાઇ કરી તેઓને સોંપી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech