BREAKING NEWS

વોકીંગ પ્લાઝામાં પ્રેમાલાપ કરતા કપલીયાઓને પોલીસે કર્યા ઘરભેગા !

  • November 27, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના પક્ષી અભ્યારણ્ય પાસે આવેલા વોકીંગ પ્લાઝામાં દિવસભર અને રાત્રિના સમયે પણ યુવક-યુવતીઓ અને સગીર -સગીરાઓ પ્રેમાલાપ અને અડપલા કરતા નજરે ચડે છે ત્યારે આ બાબતની કમલાબાગપોલીસે ગંભીર નોંધ લઇને ગઇકાલે રાત્રે તપાસ હાથ ધરી હતી અને પ્રેમાલાપ કરતા કપલીયાઓને ઘરે મોકલી દીધા હતા. તાજેતરમાંજ લગ્નેત્તર સબંધોમાં રાત્રે એક વાગ્યે પરીણીતા તેના પ્રેમી સાથે વોકીંગ પ્લાઝાના ગાર્ડન પાસે તેના પતિ દ્વારા રંગેહાથ પકડાઇ હતી અને મારામારીનો બનાવ પણ નોંધાયો હતો ત્યારે કમલાબાગ પોલીસમથકનું ધ્યાન દોરીને જણાવાયુ હતુ કે અહીંયા દિવસભર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ બન્ક મારીને અહીંયા આવે છે અને  પ્રેમાલાપ કરવાની સાથોસાથ બીભત્સ રીતે અડપલા કરતા હોય તેવા દ્રશ્યો સર્વસામાન્ય થઇ ગયા હોવાથી આજુબાજુમાં રહેતા લોકોનું માથુ શરમથી ઝુંકી જાય તેવુ જોવા મળતુ હતુ. આથી તે મુદ્ે તંત્રનું ધ્યાન દોરીને તપાસ કરવા અને પોલીસ પેટ્રોલીંગ હાથ ધરવા માંગ થઇ હતી. કમલાબાગ પોલીસમથકના ઇન્સ્પેકટર આર.સી. કાનમીયા અને તેમની ટીમે ગઇકાલે રાત્રે વોકીંગ પ્લાઝામાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને કપલીયાઓ બેઠા હતા તેમને ઘરભેગા કરી દીધા હતા.  ખાસ કરીને યુવતીઓ અને ત‚ણીઓનું કાઉન્સેલીંગ કરીને આ ઉંમરમાં અભ્યાસ અને કારકિર્દી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application