BREAKING NEWS

રાજકોટમાં મતદાનમાં પોલીસ કંટ્રોલરૂમનો ફોન રણકતો રહ્યો: બપોર સુધીમાં ડઝનેક ફરિયાદો

  • April 26, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઇ આજરોજ મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી દરમિયાન શહેર પોલીસના કંટ્રોલરૂમનો ફોન સતત રણકતો રહ્યો હતો. બપોર સુધીમાં ડઝનેક ફરિયાદો મળી છે. જેમાં મોટાભાગની ફરિયાદ તથ્યવિહિન હોવાનું સામે આવ્યું છે. 


શહેરમાં મતદાન દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જો કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાઇ તો તુરંત જ પોલીસને જાણ કરવી. દરમિયાન આજરોજ ચૂંટણીને લઇ શહેર પોલીસનો ફોન સતત રણકતો રહ્યો છે. 


પોલીસ કંટ્રોલરૂમમાં સવારે મતદાન શરૂ થતાની સાથે જ ફરિયાદો આવવાનું શરૂ થઇ ગયું હતું. બપોર સુધીમાં કંટ્રોલરૂમમાં ડઝનેક ફરિયાદો મળી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મહત્તમ ફરિયાદો મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યામાં રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષના ચીહ્નવાળી છત્રી લઇ આંટાફેરા કરે છે સહિતની ફરિયાદો મળી હતી. જે ફરિયાદના પગલે પોલીસની ટીમ દ્વારા તુરંત સ્થળ તપાસ કરવામાં આવી હતી. જો કે સ્થળ તપાસ દરમિયાન મોટાભાગની ફરિયાદો તથ્યવિહિન હોવાનું સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application