થર્ટી ફસ્ર્ટ પૂર્વે પોલીસનું સઘન ચેકિંગ બ્રેથ એનેલાઇઝરથી ૧૫૭ને ચેક કર્યા

  • December 17, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થર્ટી ફસ્ર્ટને લઇ રાજકોટ પોલીસે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શ કરી દીધું છે. ટ્રાફિક પોલીસ દ્રારા છેલ્લા બે દિવસથી ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. પોલીસે આ ડ્રાઈવ દરમિયાન પીધેલાઓને ઝડપી પાડવા બ્રેથ એનેલાઇઝરથી ૧૫૭ ને ચેક કર્યા હતા. એટલું જ નહીં વાહનચાલકો ઉપરાંત પોલીસે ઈંડાની લારીઓએ નાસ્તો કરવા આવનાર શખસોને પણ બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરી હતી. ટ્રાફિક પોલીસ દ્રારા આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના અલગ–અલગ નિયમો તોડવા બદલ કુલ ૨૭૯ કેસ કરી ૧.૪૦ લાખનો દડં વસૂલવામાં આવ્યો હતો. તેમજ ડિં્રકસ એન્ડ ડ્રાઈવનો પણ કેસ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં િસ્તીના નવા વર્ષની ઉજવણી થનાર છે. થર્ટી ફસ્ર્ટની ઉજવણીમાં કેટલાક શખસો નશામાં ધૂત બની નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે આવા શખસો પર પોલીસ દ્રારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ પોલીસે તકેદારીના ભાગપે થર્ટી ફસ્ર્ટ પૂર્વે જ સઘન ચેકિંગ ઝુંબેશ શ કરી દીધી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા છેલ્લા બે દિવસથી ખાસ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે જે ડ્રાઇવ દરમિયાન પોલીસે બ્રેથ એનેલાઇઝરથી ૧૫૭ વ્યકિતઓને તપાસ્યા હતા અને ડિં્રકસ એન્ડ ડ્રાઇવનો કેસ પણ કર્યેા હતો. ટ્રાફિક પોલીસ દ્રારા રાત્રીના આઠથી દસ વાગ્યા સુધી બે કલાક દરમિયાન શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયા વાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં મળી ૨૪૯ વાહનચાલકોને ટ્રાફિકના અલગ–અલગ નિયમો ભગં કર્યા અંગે કેસ કર્યા હતા. જેમાં ૧.૪૦ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
પોલીસે ૧૫૧ વાહનચાલકો પાસેથી હાજર દડં વસૂલ્યો હતો યારે ૧૨૮ વાહનચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન પોલીસે ૯ વાહન પણ ડીટેઇન કર્યા હતા. આગામી દિવસોમાં પણ ટ્રાફિક પોલીસની આ ઝુંબેશ યથાવત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application