જામનગર-નારણપર અને નાની ખાવડીમાં ત્રણ વ્યક્તિ ગુમ થયાની પોલીસ ફરિયાદ

  • June 21, 2021 10:31 AM 

જામનગર શહેર માંથી એક યુવાન લાપત્તા બન્યો છે. ઉપરાંત નારાણપરની એક યુવતી ગૂમ થઈ છે, જ્યારે નાની ખાવડી નો એક યૂવાન પણ લાપતા થયો છે.જે ત્રણેય ગુમ થયા અંગેની નોંધ જુદાજુદા પોલીસ મથકમાં કરવામાં આવી છે, અને પોલીસ તેને શોધી રહી છે.

 જામનગરમાં તિરૂપતિ પાર્ક સોસાયટીમાં રામ પાર્ક શેરી નંબર -૨ માં રહેતો અને કર્મકાંડી નું કાર્ય કરતો સતીશ બાલકૃષ્ણભાઈ જોશી નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો છે. પરિવારજનોની શોધખોળ પછી તેનો પત્તો નહીં મળતાં આખરે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આ બાબતે પરિવારજનોએ ગૂમ નોંધ કરાવી છે. જેને પોલીસ શોધી રહી છે.

 જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી પૂર્વીબેન પ્રવીણભાઈ ચાંદ્રા નામની ૧૯ વર્ષની યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ છે. આ મામલે ઉર્વીબેન ના પરિવારજનોએ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગૂમ નોંધ કરાવી છે. જેને પણ પોલીસ શોધી રહી છે.

 આ ઉપરાંત જામનગર તાલુકાના નાનીખાવડી ગામમાં રહેતો જોગીદાસ ઉર્ફે જોગુ રાજુભાઈ હાજાણી નામનો બાવીસ વર્ષનો માલધારી યુવાન પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર લાપતા બની ગયો છે. તેના પરિવારજનોએ પણ સિક્કા પોલીસ મથકમાં ગૂમ નોંધ કરાવી છે. અને પોલીસ તેને શોધી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS