જામનગર જિલ્લામાં રાત્રી કર્ફ્યુ ભંગ તેમજ માસ્ક અંગે વધુ ૫૨ નાગરિકો સામે પોલીસ ફરિયાદ: ૨૧ વેપારી અને ૪ વાહનચાલકો દંડાયા

  • May 18, 2021 12:22 PM 

 જામનગર મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક અંગેના ૫,૦૮૪ કેસ કરાયા: ૧૯.૧૮ લાખના દંડની વસુલાત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની ગાઇડ લાઇન નું પાલન કરાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જીલ્લા માં જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા અને રાત્રિ કરફ્યૂ ભંગ કરનારા લોકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ૫૨  લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.જેમાં લોક ડાઉન નો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારા અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામાનો ભંગ કરનારા ૨૧ રેકડી ચાલકો અને દુકાનદારો સામે ઉપરાંત વધુ પેસેન્જર ભરનારા ૪ વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેના ૫,૦૮૪ કેસ કરાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧૯.૧૮ લાખનો દંડ વસૂલાયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી પોલીસ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર શહેર ઉપરાંત સિક્કા, પડાણા, લાલપુર, જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ, ધ્રોલ  અને જોડીયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૨ લોકો સામે માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે તેમજ રાત્રિ કરફ્યૂ ભંગ કરી જાહેરનામાંના ભંગ બદલના ગુના નોંધવામાં આવ્યા છે. 

જેમાં જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં લોકડાઉન ની અમલવારી નો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારા અને પોતાની દુકાન અથવા તો રેકડી-કેબીન માં ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરનારા ૨૧ વેપારીઓ પણ દંડાયા છે.

જામનગર શહેર ના મુખ્ય હાઈવે રોડ પર નિર્ધારિત સંખ્યા કરતાં વધુ પેસેન્જરો ભરીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરનારા ૪ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૫૨ સામે પગલાં ભરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૨૨.૪.૨૧ થી તારીખ ૧૭.૫. ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરવા અંગે તેમજ માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે ના કુલ ૫,૦૮૪ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રુપિયા ૧૯.૧૮.૯૪૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS