ધ ધ્રુવી એન્ટરપ્રાઈઝ કેસની પ્રાથમિક તપાસ અને પૃથ્વીકરણ બાદ પોલીસ ફરિયાદ

  • October 19, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર જીએસટી કૌભાંડના કેસમાં ફરિયાદી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) ખુદ શંકાના વમળમાં આવ્યુ હતું. ડીજીજીઆઈ પાસે વિશાળ સત્તા હોવા છતા પોતાના વિભાગ થકી કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં શા માટે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તે અંગે જીએસટી વર્તુળોમાં  ચર્ચાઓ ઉઠી હતી. 
જીએસટી સંબંધિત તમામ પ્રકારની ગેરરીતિઓ પર લગામ ખેંચવા માટેની ભૂમિકા જ ડીજીજીઆઇની હોય છે. ડીજીજીઆઈને આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણો, સોફ્ટવેર, ચુનંદા અધિકારીઓ આપવામાં આવ્યા હોય છે અને તેઓનું કાર્યક્ષેત્ર પણ વિશાળ હોય છે. છતા ધ્રુવી એન્ટરપ્રાઈઝ અને તેને સંલગ્ન ૧૨ પેઢીઓમાં કરવામાં’આવેલી જીએસટી ગેરરીતિ સહિતની પ્રાથમિક તપાસ ડીજીજીઆઈ દ્વારા કરવામાં આવી હતી, ડેટા પૃથ્થકરણ પણ કરવામાં આવ્યુ હતુ, અને પરિણામલક્ષી કામગીરીનો સમય આવ્યો ત્યારે તેઓએ પોતે કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ નોંધાવતા અનેક અધિકારીઓના પણ ભવાં ચઢી ગયા હતું. ડીજીજીઆઇને ધ્રુવી એન્ટરપ્રાઇઝના નોંધણી નંબર અંગે શંકા જતા તેઓએ આખો ટ્રેક રેકર્ડ ચેક કર્યો હતો અને તેમાંથી અર્હમ સ્ટીલ, ઓમ ક્ધસ્ટ્રકશન, કનકેશ્વરી એન્ટરપ્રાઈઝ, હરેશ ક્ધસ્ટ્રકશન, ઈથીરાજ ક્ધસ્ટ્રકશન, ડી.એ.એન્ટરપ્રાઇઝ, આર.એમ.દાસા ઈન્ફ્રાસ્ટ્રકચર, આર્યન એસોસિએટ્સ, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝમાં કુલ ૧, ૨૭, ૯૦, ૧૯૧ રૂપિયાની વેરાશાખ તબદીલ કરવામાં આવી હતી.
ભૂતકાળમાં ડીજીજીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડોમાં ૫  કરોડથી વધુની વેરાશાખનો મામલો હતો, અને તે તમામ કેસ ડીજીજીઆઇ દ્વારા થીતે જ હેન્ડલ કરવામાં આવેલા હતા. પરંતુ ધ્રુવી એન્ટરપ્રાઇઝના કેસમાં ૧. ૨૭ કરોડની જ વેરાશાય હોવાનું પોલીસ ફરિયાદમાં ડીજીજીઆઇએ જણાવેલુ હતું. અગાઉ ડીજીજીઆઈ દ્વારા ક્રિપ્ટોકરન્સી પેઢી બીનાન્સને ૭૨૨ કરોડનો કર નહીં ચૂકવવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી.અને અત્યારસુધીમાં અનેક ક્વોલિટી કેસ તેઓના દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા હતા.
પરંતુ ધ્રુવી એન્ટરપ્રાઇઝ સંલગ્ન ૧૨ પેઢીઓની વેરાશાખ, બોગસ પેઢીઓ સહિતની બાબતો ડીજીજીઆઇ દ્વારા જ શોધી કાઢી, પૃથ્થકરણ કરવામાં આવ્યુ હતુ અને આગળની કાર્યવાહીનો તબક્કો આવતાની સાથે જ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application