રાજકોટમાં મોરબી રોડ પર રહેતાં બેંક કર્મી ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાંની લાલચે પીયા કમાવવા જતાં તેની સાથે .૫૦.૮૯ લાખની છેતરપિંડી થઇ હતી.આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી પાંચ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં મોરબી રોડ પર રાજલમી એવેન્યુ, શેરી ન.૦૨ હાઉસ નં.૦૫, રેલ્વે ફાટકની બાજુમાં રહેતાં જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.૩૦) કાલાવાડ રોડ પર આવેલ કોટક સેકયુરીટીમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના મોબાઈલમાં વોટસએપ, ફેસબુક, ઈન્સેટાગ્રામ, ટેલીગ્રામ જેવી સોશીયલ એપનો ઉપયોગ કરે છે. તેમના વોટસએપમાં કોઈ અજાણ્યા વોટસએપ ન.ં ૯૧૮૭૩૪૯૦૪૧૨૨ થી મેસેજ આવેલ અને તે સામેવાળા વ્યકતી દ્રારા કહેવામાં આવેલ કે, હત્પં ગુગલમાંથી વાત ક છું અને તમે સાઈડ ઈન્કમ કરવા માગતા હોય તો તમને એક ટેલીગ્રામની લીન્ક મોકલુ છું, જેમા ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે.
બાદમાં અલગ–અલગ ટાસ્ક આપવામા આવેલ જેમાં .૫ હજાર ટ્રાન્સફર કરેલ જેમા પણ નજીવું રીટર્ન મળેલ જેથી સામેવાળા વ્યકતી પર વિશ્વાસ આવી જતા તેમના કહેવા પ્રમાણેના બેંક ખાતા નંબર અને યુપીઆઈ આઈડીમાં કટકે–કટકે કરી કુલ .૫૦.૮૯ લાખ ટ્રાન્સફર કરેલ હતાં. બાદમાં આ રકમ કે તેના પર વળતર ન મળતા તમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. બનાવને લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.પઢીયારની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી આ ગુનામાં ધવલ દિનેશભાઇ મુછડીયા(ઉ.વ ૨૨ રહે.આંબેડકરનગર,જુનાગઢ), અરવિંદ લઘરા સોલંકી(ઉ.વ ૩૭ રહે. શીવપાર્ક માંડાડુંગર રાજકોટ), સાહીલ્ ફિરોઝભાઇ કોચલીયા(ઉ.વ ૩૧ રહે. સનડેરી હનુમાન મઢી,રાજકોટ) અરમાન શ્તમભાઇ શેખ(ઉ.વ ૨૨ રહે. રૈયા) ,જાવિદ કાદરભાઇ બિડીવાલા(ઉ.વ ૪૧ ધોરાજી) નો સમાવેથ થાય છે.આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના કોન્સ. સત્યજીતસિંહ ગોહિલ,હર્ષરાજસિંહ જાડેજા,જયપાલસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાથે રહ્યા હતાં
કયા આરોપીની ગુનામાં શું ભૂમિકા?
ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટના રૈયાનો અરમાન ઓનલાઇન ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે મેળવવા માટેની શોધ કરતો હતો.બાદમાં કમિશનની લાલચ આપી એકાઉન્ટ ભાડે લેતો હતો.જયારે આ સિવાયના ચારેય આરોપી ધવલ,અરવિંદ,સાહિલ અને જાવીદે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech