યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને રૈયા ગામ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બંને આરોપીઓ પૈકી એક આરોપી સામે હત્યા સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.જી. ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા અને વિજુભા જાડેજાને મળેલી બાતમીના આધારે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઈ જલવાણી (રહે. મોચી નગર બે, મસ્જિદવાળી શેરી, શીતલ પાર્ક મેઇન રોડ) અને અયાન દિલાવરભાઈ અજલાણી (રહે. પીઠડીયા તા. જેતપુર) ને રૈયા ગામ પાસેથી ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયા બાદ બંને નાસતા ફરતા હતા. આરોપી સેજાદ ઉર્ફે નવાબ સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હત્યા, યુનિવર્સિટીમાં મારામારી- એટ્રોસિટી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂ, ડીસીબીમાં દારૂ સહિતના કુલ પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રશાંત ઉર્ફે પસીયો ઝડપાયો
નાસતા ફરતા સ્કોવર્ડના પીએસઆઇ આર.આર.કોઠીયા તથા ટીમે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઈ પરમાર (ઉ.વ 30 રહે. લક્ષ્મીવાડી ક્વાર્ટર નંબર 60, ભક્તિનગર સર્કલ પાસે) ને ઝડપી લીધો હતો. આરોપી સામે અગાઉ ડીસીબી, ભક્તિનગર, બી ડિવિઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, એ ડિવિઝન, પ્ર.નગર અને ભાડલા પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના 14 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં સ્કોવર્ડના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઈ નિમાવત, અનિલભાઈ જીલરીયા, કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, પ્રશાંતભાઈ ગજેરા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech