સજાના વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લેતી પોલીસ

  • June 06, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સજાના વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓને ગાંધીગ્રામ પોલીસે અલગ અલગ સ્થળોએથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા બુટલેગરો અને માથાભારે શખ્સ સામે કોર્ટમાંથી બિન જામીન લાયક વોરંટો તથા સજા પડેલો હોય તેવા આરોપી મળી ન આવતા હોય તેને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.મકરાણી તથા તેમની ટીમે અલગ અલગ બે ગુનામાં સજાના વોરંટ સામે નાસતો ફરતો અને માધાપર ગામે પોસ્ટ ઓફિસ સામે રહેતો વિજય પાંચાભાઇ વાદી નામના શખસને હેડ કોન્સ્ટેબલ રવિભાઈ અને રોહિતદાનને મળેલી બાતમીના આધારે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.


જ્યારે ગાંધીગ્રામ પોલીસે અન્ય એક કામગીરીમાં મૂળ રાજકોટ તાલુકાના હડાળા ગામનો વતની અને હાલ ગાંધીગ્રામ વિસ્તારના શ્યામનગરમાં રહેતો કમલેશ છોટાલાલ માંડવીયા સજાના વોરંટ સામે નાસતો ફરતો હોય તેને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને મસરીભાઈને મળેલી બાતમીના આધારે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application