મનહરપુરમાં થયેલી રૂા.૧.૧૦ લાખની ચોરીમાં ત્રિપુટીને સકંજામાં લેતી પોલીસ
મનહરપુરમાં થયેલી રૂા.૧.૧૦ લાખની ચોરીમાં ત્રિપુટીને સકંજામાં લેતી પોલીસ
April 03, 2026 03:57 PM
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મનહરપુરમાંથી થયેલ .૧.૧૦ લાખની ચોરી થયા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસની ટીમે ઉકેલી ત્રિપુટીને સકંજામાં લીધી હતી. પોલીસે ત્રિપુટી પાસેથી રીક્ષા કબજે કરી ચોરીમાં ગયેલ રોકડ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી. ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મનહરપુર–૧ માં નવી કોર્ટની સામે વાઈટ પેલેસથી આગળ રહેતા આશીફભાઈ નુરમહમદ ઠેબા (ઉ.વ. ૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની તુલશીબેન તથા ત્રણ વર્ષની દિકરી છે. ગઇ તા.૩૦ ના રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તેઓ પરીવાર સાથે ઘરને તાળું મારી સાળી યોતીબેન જેઓ કરણપરા ખાતે રહે છે તેના ઘરે રોકાવવા માટે ગયા હતા. તેઓએ ઘરમા લોખંડનો કબાટ હોય જે કબાટને લોક કરેલ અને ચાવી કબાટમા જ રાખી હતી. બીજા દિવસે તા–૩૧ ના સવારના છએક વાગ્યાની આસપાસ ઘરે પરત આવીને જોયુ તો ઘરના મેઈન દરવાજાનુ તાળુ ટુટેલ હતુ જેથી ઘરની અંદર જઈને જોયુ તો ઘરનો બધો સામાન જેમ તેમ પડેલ જોવા મળતાં ચોરી થયાનુ સામે આવ્યું હતું. તુરતં જ કબાટમાં જઈ ચેક કરતા કબાટની અંદર તેજોતીમા પત્નીના અલગ અલગ પર્સ રાખેલ હોય જે જોવા મળેલ નહી, જે એક પર્સમા .૫૦ હજાર, બીજા પર્સમા . ૬૦ હજાર હતાં જે જોવા મળેલ નહી, જેથી ઘરમાં બધી જગ્યાએ તપાસ કરતા આ બન્ને પર્સ તથા કુલ . ૧.૧૦ લાખ જોવા ન મળતા કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુની. પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.એમ.ડોડીયા અને ટીમે તપાસ આદરી ચોરીને અંજામ આપનાર બેલડીને દબોચી લીધી હતી અને એક રીક્ષા કબજે કરી હતી. યારે મુખ્ય સૂત્રધાર પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે