હળવદમાં ચકચારી જમીન કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપ્યો
હળવદમાં ચકચારી જમીન કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપ્યો
May 14, 2026 11:10 AM
હળવદ જમીન કૌભાંડ મામલે પોલીસે વધુ એક આરોપીને પકડી પાડયો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ જુદા જુદા ગુનાઓમાં ફરાર અને બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૮૧૧૨૦૨૫ના રોજ હળવદ મામલતદાર દ્રારા સરકાર તરફેથી કુલ ૯ આરોપીઓ વિદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેમાં હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોની સરકારની જમીનના રેવન્યુ રેકોર્ડ સાથે ચેડાં કરી ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરાવી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર જમીન કૌભાંડની તપાસ દરમિયાન હળવદ પોલીસ ઇન્સપેકટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી બાકી રહેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ હકીકતોના આધારે કાર્યવાહી કરતાં ડુપ્લિકેટ ડોકયુમેન્ટ બનાવી સરકારની જમીન પોતાના નામે કરનાર આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયા ઉર્ફે કોળી, રહે. અભેપર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી વિદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. સમગ્ર કામગીરી હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ તથા હળવદ પોલીસ સ્ટાફ દ્રારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી