ટંકારામાં ફ્રુટ સાથે ગાંજાનું વેચાણ કરતા ઇસમનો પોલીસે વરઘોડો કાઢયો

  • December 16, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટંકારા શાકમાર્કેટમાં ફ્રત્પટના વેપાર સાથે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર ઈસમને ઝડપી લઈને એસઓજી ટીમે ૧૪૩૫ ગ્રામ ગાંજો, રોકડ, મોબાઈલ અને વજન કાંટા સહીત ૪૬,૮૫૦ની કિમતનો મુદામાલ જ કર્યેા છે
એસઓજી ટીમ ટંકારા પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે હત્પશેન ઉર્ફે સબલો સલીમ સોલંકી નામનો ઇસમ ટંકારા ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નં ૧૮ પર બેસી ફ્રત્પટના વેપારની સાથે છુપી રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે જે બાતમીને પગલે ટીમે શાક માર્કેટ ખાતે આરોપીના થળા અને ટંકારા મેમણ શેરીમાં આરોપીના મકાન ખાતે ઝડતી તપાસ કરતા ગાંજો વજન ૧ કિલો ૪૩૫ ગ્રામ કીમત  ૧૪,૩૫૦ તેમજ રોકડ  ૨૦૦૦, મોબાઈલ કીમત  ૩૦ હજાર અને વજન કાંટો કીમત  ૫૦૦ સહીત કુલ  ૪૬,૮૫૦ નો મુદામાલ કબજે લઈને આરોપી હત્પશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એકટની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application