વિશ્ર્વાસઘાતના ગુનાનો આરોપી ૨૩ વર્ષે પોલીસને અમદાવાદથી હાથ લાગ્યો

  • April 18, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસધાતના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ અમદાવાદથી ઝડપી લીધો હતો.
 ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી "જુવાનસિંહ ઉર્ફે મનુ ગુલાબસિંહ રાઠોડ રહે.બી/૨૫, ચંદનપાર્ક સોસાયટી, ગેબનશા રોડ, વટવા વિસ્તાર, અમદાવાદ હાલ અમદાવાદ ખાતે તેના ઘરે રહેતો હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની ટેકનીકલ તથા હ્યુમન સોર્ચની મદદથી તપાસ કરતાં હાજર મળી આવતા  જુવાનસિંહ ઉર્ફે મનુ ગુલાબસિંહ રાઠોડ (ઉવ.૬૧ ધંધો. ડ્રાઇવીંગ રહે.ગાયત્રી શેરી, બારોટવાસ, પંકજભાઇ બારોટના મકાનમાં ભાડેથી, વટવા વિસ્તાર, અમદાવાદ મુળગામ.- વાળોદરા ગામ, તા.મોરવાહડફ, જી.પંચમહાલ)ને ઝડપી લઈ તેને નીલમબાગ પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા આરોપી સામે ભાવનગર શહેરના  નિલમબાગ પોલીસ મથકમાં એમ.કેસ. નં.૦૫/૨૦૦૨ ઈં.ઙ.ઈ. કલમ. ૪૦૬, ૪૨૦,૫૪, મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, સોહીલભાઇ ચોકીયા, સંજયસિંહ ઝાલા, મજીદભાઇ સમા, હસમુખભાઇ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઇ પંડ્યા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News