દિવાળીના તહેવાર સમયે પ્યાસીઓની પ્યાસ બુજવવા માટે બુટલેગરો સક્રિય થયા છે તો આ બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસ પણ સતત એકિટવ છે. ત્યારે શહેર પોલીસે દારૂના વધુ પાંચ દરોડાઓમાં દારૂ ના જથ્થા સાથે પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ત્રણ દરોડા પાડા હતા તે સિવાય બી ડિવિઝન અને માલવિયાનગર પોલીસે આ કાર્યવાહી કરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.કે.મોવાલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા,કોન્સ. તુલશીભાઇ ચુડાસમા,સંજયભાઇ ખાખરીયાને મળેલી બાતમીના આધારે કેનાલ રોડ પર એક શંકાસ્પદ રિક્ષા અટકાવી હતી.પોલીસે રિક્ષામાં બેઠેલા શખસની પાસે રહેલો સામાન ચેક કરતા તેમાથી .૨૩,૪૯૬ ની કિંમતની દારૂની ૨૪ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે દાના આ જથ્થા સાથે મનીષ રામજીભાઇ સોરાણી(રહે. બેડલા તા. રાજકોટ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે ક્રાઇમ બ્રાંચે અન્ય દરોડામાં એએસઆઇ રણજીણસિંહ પઢારીયા,હેડ કોન્સ. સંજયભાઇ દાફડા તથા કોન્સ. રમેશભઇા માલકીયા,પ્રવિણભાઇ જતાપરાને મળેલી બાતમીના આધારે વાવડી પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી માતી વાન અટકાવી તેમા તપાસ કરતા તેમાંથી દારૂની ૧૭ બોટલ અને ૯૬ ચપલા મળી આવ્યા હતાં.જેથી પોલીસે કારચાલક માનવ મંગલભાઇ ગોહેલ(ઉ.વ ૧૮ રહે. વાવડી રાધેશ્યામ ગૌશાળા વસુંધરા એપાર્ટમેન્ટ રાજકોટ) ને ઝડપી લઇ તેની પાસેથી દારૂનો જથ્થો,કાર અને મોબાઇલ સહિત .૫,૨૨,૭૬૨ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાંચે દારૂ ના અન્ય એક દરોડામાં એએસઆઇ આર.બી.જાડેજા,સી.એમ.ચાવડા,બી.જે.જાડેજા,હેડ કોન્સ. કનકસિંહ સોલંકી અને કોન્સ. ઉમેશભાઇ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે વાવડીમાં યમુના ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં વોકળાના કાંઠે કલ્પ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડી .૬,૮૫૩ ની કિંમતની દાની સાત બોટલ તથા ૧૫ ચપલા સહિત કુલ .૯૧૦૩ નો મુદામાલ કબજે કરી નિલેષ ગોરધન સભાયા(ઉ.વ ૩૪ રહે.ગુદેવ પાર્ક,મટુકી રેસ્ટોરન્ટ પાસે) ને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે બી ડિવિઝન પોલીસે જુના માર્કેટિંગ યાર્ડ પાસેના રોડ પરથી રોહિત રાજુભાઇ ઝાપડીયા(ઉ.વ ૨૩ રહે.જંગલેશ્ર્વર મેઇન રોડ એકતા સોસાયટી) ને .૧૮૦૦ ના દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.જયારે મોરબી રોડ પર સિટી સ્ટેશન પાસેના રોડ પરથી અજય ધીભાઇ વાલાણી(ઉ.વ ૩૦ રહે. લાખાજીરાજ ઉધોગનગર શેરી નં.૧૨ ચુનારાવાડ) ને દારૂ ની ૧૨ બોટલ સાથે ઝડપી લીધો હતો.માલવીયાનગર પોલીસે નાનામવા રોડ લમીનગર આર.એમ.સી કવાર્ટર પાસે બ્લોક ન.ં ૮ માં રહેતા સચીન હસમુખભાઇ પરમાર(ઉ.વ ૨૫) ને .૧૨,૮૫૦ ના દાના સાથે ઝડપી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech