દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીધેલા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી

  • June 16, 2022 04:33 PM 

ભાટીયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામેથી કેફી પીણું પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા કલ્યાણપુર તાલુકાના રાણ ગામના હરદાસ રણમલ સાખરા નામના 28 વર્ષના શખ્સને વાડીનાર મરીન પોલીસે ઝડપી લીધો હતો.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના નિલેશ લખુ બારીયા (ઉ.વ. 21) ને રૂપિયા 25 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પરથી, જ્યારે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી શામળાસર ગામના રહીશ શુક્લભા કરમણભા માણેક નામના 36 વર્ષના યુવાનને રૂપિયા 15 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પરથી, મીઠાપુર તાબેના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા કારાભા કરમણભા સુમણીયા નામના 43 વર્ષના શખ્સને ડીલક્સ મોટરસાયકલ પરથી ઉપરાંત ગઢેચી ગામના કનુ રાણા ચાનપા નામના 35 વર્ષના શખ્સને મીઠાપુર પોલીસે પીધેલી હાલતમાં ડીલક્સ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઈ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા રમેશ બુધા ચાવડા નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, રૂપિયા 2,480 ની કિંમતની પરપ્રાંતીય શરાબની ચાર બોટલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application