દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના જાહેરનામાનો ઉલાળિયો કરતાં વીસ શખ્સો સામે પોલીસ કાર્યવાહી

  • June 02, 2021 11:23 AM 

કોરોના મહામારી અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા સબબ ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ વીસ શખ્સો જુદા જુદા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંતર્ગત ખંભાળિયામાં રામ વેરશી કારીયા, મહમદ સફી પોપટપૌત્રા, મયુર કેશુર ભોચીયા, હનીફ સલીમ ફકીર, અને જુવાનસિંહ કેશુભા કંચવા સામે, કલ્યાણપુરમાં વિરાજ કિરીટ સોલંકી અને અશ્વિન કારુભાઈ ગોજીયા, સાદિક ગફુર પટેલીયા, અશોક બાબુભાઈ ગોહેલ અને હસમુખ બાબુભાઈ સામે, ઓખામાં અબ્દુલ ગની કાદર સંઘાર અને મોસીન ઈશાક થૈયમ સામે, ભાણવડમાં કાસમ આમદ હિંગોરા અને ધર્મેન્દ્ર કણજારીયા સામે, દ્વારકામાં સામત રાણા હાથિયા, મુરુ નાથા લધા અને દિલીપસિંહ પ્રભાતસિંહ જાદવ સામે અને મીઠાપુરમાં ફારૂક દાઉદ બાનવા, ગજુભા લખમણભા સુમણીયા અને જાવેદ ઈકબાલ નામના શખ્સો સામે સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)