ઇશ્વરીયા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાત

  • June 29, 2021 10:57 AM 

આરબલુસમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મૃત્યુ

લાલપુર તાલુકા ના ઈશ્વરીયા ગામમાં રહેતી પ્રીતિબેન પ્રવીણભાઈ નામની યુવતી ગત તારીખ 27 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે જામનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવારમાં તેણીનું મૃત્યુ થયું છે.આ બનાવ અંગે પ્રવીણ નારણભાઈ પરમાર દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા દેવજીભાઈ ડાહ્યાભાઈ જેપાર ઉંમર વર્ષ 60 નામના વૃદ્ધ પોતાની વાડીએ રહેતા હોય દરમિયાનમાં છાતીમાં દુખાવો ઉપડતાં સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ લખુભાઇ જેપાર દ્વારા લાલપુર પોલીસમાં કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS