લાખોટાની કેનાલમાં કેમિકલવાળું પાણી તળાવને કરશે પ્રદૂષિત

  • March 22, 2025 10:16 AM 
30 માર્ચથી પાણી ઠાલવવાનું શ થાય એ પૂર્વે આ કરતૂત બંધ નહીં થાય તો તળાવમાં રહેલા જીવો પર મંડરાતું જોખમ: જામ્યુકોના અધિકારીઓ મોઢું ફાડીને કહે છે કે કેમિકલવાળું પાણી તળાવને બદલે બીજી તરફ વાળી દેશું: પરંતુ ક્યારે...?


ભરઉનાળે રણમલ તળાવ કદાચ છલોછલ પણ જોવા મળે અને કેનાલ મારફત વગર વરસાદે પહેલી વખત પાણીની આવક થતી જોવા મળશે, પરંતુ મોટો ખતરો એ છે કે હાલમાં લાખોટા તરફ આવતી કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહેલ છે અને આ કરતૂત જો ચાલુ રહે તો, નવું પાણી જે આવવાનું છે તેની સાથે કેમિકલવાળું પાણી મીક્સ થઇ જવાની ભીતિ છે, જેના કારણે તળાવ તો પ્રદૂષિત થશે જ, સાથે સાથે લાખોટામાં રહેલા જળચરના જીવન પર પણ જોખમ તોળાઇ રહ્યો છે, જરી છે કે તાત્કાલિક અસરથી નવું પાણી ઠાલવતા પહેલા આ બંધ થવું જોઇએ અને જવાબદારો સામે કડક પગલા લેવા જોઇએ.

જામનગરની શાન ગણાતા અને ભૂગર્ભ જળ વડે પાણી પૂરું પાડતા રણમલ તળાવમાં આગામી 30 તારીખે રણજીતસાગર રોડ પર આવેલી તળાવ સંલગ્ન કેનાલ વડે પાણી ઠાલવવામાં આવશે, તેવી જાહેરાત  તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તળાવ સંલગ્ન આ કેનાલમાં ઘણાં સમયથી ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાની ફરીયાદ  ઉઠવા પામી છે. મીડિયા માં પણ આ અંગે ઘણી વખત અહેવાલો પ્રગટ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પ્રસ્તુત તસ્વીર કેનાલની હાલની સ્થિતિ દશર્વિે છે. જેમાં કેમિકલવાળું દૂષિત પાણી જોઈ શકાય છે. તંત્ર આગામી સમયમાં આ કેનાલ વડે રણમલ તળાવમાં પાણી ઠાલવશે તો શું તળાવમાં કેમિકલવાળું પાણી ઠલવાશે ? તળાવ ને કારણે આસપાસના મોટાભાગના વિસ્તારોના બોર-ડંકીના તળ સજ્જ રહે છે, ત્યારે તળાવમાં પ્રદૂષિત પાણી ઠલવાશે તો ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે અને હજારો લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. કેનાલમાં કેમિકલવાળા પાણીના મુદ્દે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે એ અનિવાર્ય છે.


બીજી તરફ આ બાબતે મહાનગર પાલિકા નાં સિટી ઇજનેર ભાવેશ જાની ના.જણાવ્યા મુજબ દરેડ નજીકની કેનાલના ગંદા પાણીને નદી તરફ વાળી દેવામાં આવશે, આથી કેમિકલ્સ વાળું પાણી તળાવમાં આવશે નહીં . જો કે કદાચ પાણી ની આવક ની શરૂઆત મા થોડો ગંદા પાણી નો હિસ્સો આવી શકે છે, પરંતુ તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે. તેમ પણ જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application