કેનેડાના ટોરોન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એર લાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 18 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિમાનમાં કુલ ૮૦ લોકો સવાર હતા, જેમાં ૭૬ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
આ વિમાન અમેરિકાના મિનિયાપોલિસથી ટોરોન્ટો જઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતનું કારણ ફ્લૅપ એક્ટ્યુએટર ફેલ્યોર હોવાનું માનવામાં આવે છે, જેના કારણે વિમાનની પાંખો પરના ફ્લૅપ્સ યોગ્ય રીતે કામ કરી શક્યા નહીં, અને ઉતરાણ દરમિયાન વિમાન અચાનક પલટી ગયું.
હવામાન પણ કારણ હોઈ શકે
કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે ટોરોન્ટોમાં ભારે બરફનું તોફાન હતું. હવામાન વિભાગ કેનેડા અનુસાર, તે સમયે 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ જોરદાર પવન અને બરફના તોફાનની અસરથી પણ વિમાન પલટી ગયું હોઈ શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કેનેડિયન અને યુએસ સેફ્ટી બોર્ડએ તપાસ શરુ કરી
ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડાએ અકસ્માતની તપાસ શરૂ કરી છે, અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ માટે મદદ કરી રહ્યું છે. આ અકસ્માતનું વાસ્તવિક કારણ શોધવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સલામતી અધિકારીઓ વિમાનની સ્થિતિ, હવામાનની અસરો અને અન્ય સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે.આ અકસ્માત બાદ, એરલાઇન્સ અને ઉડ્ડયન અધિકારીઓએ મુસાફરોની સુરક્ષાની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં ફ્લૅપ એક્ટ્યુએટર ફેલ્યોર જેવી સમસ્યાઓને રોકવા માટે વિમાનનું સમારકામ અને ટેકનિકલ તપાસ પણ ચાલી રહી છે.
આ વર્ષમાં ત્રીજી મોટી વિમાની દુર્ઘટના
આ વર્ષમાં આ ત્રીજી મોટી વિમાની દુર્ઘટના સર્જાઈ છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 29 જાન્યુઆરીએ એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં તમામ 67 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર અને હેલિકોપ્ટરમાં 3 લોકો સહિત 64 લોકો સવાર હતા. અકસ્માત બાદ, અમેરિકન એરલાઇન્સનું વિમાન પોટોમેક નદીમાં ત્રણ ટુકડામાં મળી આવ્યું હતું. વિમાન અને હેલિકોપ્ટર બંનેના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા હતા. આ ઘટના રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માત યુએસ એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને આર્મી બ્લેક હોક (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. અમેરિકન એરલાઇન્સનું જેટ કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech