ખંભાળિયામાં યુવાન ઉપર પાઈપ વડે હુમલો: મારી નાખવાની ધમકી સબબ ચાર સામે ફરિયાદ

  • May 19, 2021 11:33 AM 

ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા વિશાલ દુલાભાઈ વરમલ નામના 22 વર્ષના યુવાન ઉપર પાઈપ વડે હુમલો કરી, ગંભીર ઇજા પહોંચાડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના કૈલાશ કોળી, ભાવેશ ભુટા સાલાણી, અજય ભુટા સાલાણી અને આશિષ આહીર નામના કુલ ચાર શખ્સો સામે અહીંની પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણમાં હબીબભાઈ નામના એક યુવાન પાસે ફરિયાદી વિશાલ પૈસા માંગતો હોય, અંગેની લેતીદેતી બાબતે આરોપીઓએ એક સંપ કરી, "તું હબીબનો મિત્ર છો"- તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે અહીંની પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી અહીંના પી.એસ.આઈ. પ્રદિપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)