પશ્ચિમ બંગાળના પ્રખ્યાત રાશન વિતરણ કૌભાંડ કેસમાં પૂર્વ ટીએમસી બોનગાંવ નગરપાલિકા પ્રમુખ શંકર આધાની ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી છે. ઈડીની ટીમે ગઈકાલે આધાના સાસરિયાના ઘરે દરોડા પાડા હતા. તેઓ પૂર્વ ખાધ મંત્રી યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. ગઈકાલે ઇડી અધિકારીઓએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડા હતા. તૃણમૂલ કાર્યકર્તાઓએ ઇડી તેમજ કેન્દ્રીય દળોના સભ્યો પર હત્પમલો કર્યેા. પથ્થરમારામાં ઇડી અને કેન્દ્રીય દળોના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. ટીએમસીના કાર્યકરો દ્રારા તેમના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોનાગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધાના સાસરે પહોંચી હતી.
બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાધ મંત્રી અને ટીએમસીના નેતા યોતિપ્રિયા મલિકના નજીકના છે. ઇડીએ બાણગાંવના શિમુતલામાં શંકર આધાના સાસરિયાના ઘરે સર્ચ શ કયુ અને ત્યાંથી આધની ધરપકડ કરવામાં આવી હતી.
શંકર આધએ યોતિપ્રિયા મલિકની મદદથી રાજકારણમાં પ્રવેશ કર્યેા હતો. તેઓ ૨૦૦૫માં બાણગાંવ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર બન્યા અને બાદમાં ચેરમેન પદે પહોંચ્યા. શંકરની પત્ની બાણગાંવ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂકયા છે. જો કે, શંકર આધ્યાની પત્ની યોત્સના આધ્યાએ કહ્યું કે તપાસમાં સહકાર આપવા છતાં તેના પતિની ઇડી દ્રારા ધરપકડ કરવામાં આવી છે. તેણે મોટું ષડયત્રં હોવાનો આક્ષેપ કર્યેા હતો. શંકર આધ્યાની ધરપકડ સમયે કેન્દ્રીય દળો અને ઇડીની ટીમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAFG vs ENG: અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો, અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
February 26, 2025 11:16 PMદુબઈમાં રમવાને કારણે જીતી રહી છે ભારતીય ટીમ? હાર બાદ પાકિસ્તાનના કોચે આપ્યું ચોંકાવનારું નિવેદન
February 26, 2025 08:09 PMIsrael-Hamas War: ચાર મૃતદેહોના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
February 26, 2025 08:06 PMમહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા
February 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech