ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસ પલટી, (સાસુ–વહત્પ)ના ઘટનાસ્થળે મોત, ગોંડલથી બગદાણા દર્શનાર્થે ગયેલી એક ખાનગી બસને પરત ફરતી વખતે ગમખ્વાર અકસ્માત નડો છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે બસ પલટી ખાતા બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપયા છે. જેમાંથી ૫ લોકોની હાલત વધુ ગંભીર છે. યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ બસમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૨ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તત્રં બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. પુરષોત્તમ માસ નિમિત્તે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી ગઈકાલ રવિવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે એક ખાનગી બસ જાત્રા માટે બગદાણા, રાજપરા, ઉંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળો પર જવા રવાના
થઈ હતી. દર્શન કરી પરત ફરી રહેલી આ બસ (જેનો જીજે૨૮યુ ૯૯૮૫ વહેલી સવારે ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.
અહીંનો રોડ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઇડ આપવા માટે ખાનગી બસના ચાલકે બસ રિવર્સ લીધી હતી, તે જ સમયે બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાને પગલે મુસાફરોની ચિચિયારીઓથી આખો રોડ ગુંજી ઉઠો હતો. બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ ૬૨ લોકો સવાર હતા.આ અકસ્માતમાં ૨ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપયા છે. યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાની ૩ એમ્બ્યુલન્સ, ૧૦૮ની ૪ જેટલી એમ્બ્યુલન્સ, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસના કાચ તોડી સામાજિક કાર્યકરોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા ૧૧૨ પોલીસ સ્ટાફ અને વિવિધ રાજકીય આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્યના પીએ નિલેશભાઈ જેઠવા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, જગદીશભાઈ રામાણી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ જય માધડ, સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ ગોંડલ તાલુકાના આઈપીએસ પ્રખરકુમાર સહિતનો પોલીસ સ્ટાફ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. તત્રં દ્રારા ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application